શૂન્યાવકાશમાં તો ઘણું જીવ્યા,
હિંમત કરીને હે મનવા એકવાર,
ખુલ્લા આકાશમાં વિહરી તો જો,
પડછાયાના તરાપા માં ખૂબ તર્યા,
હિંમત કરીને હે મનવા એકવાર,
તારા જ તારાપા માં તરી તો જો,
રેતી ના ઢગલા માં ઘરો ખૂબ બનાવ્યા,
હિંમત કરીને હે મનવા એકવાર,
ઈંટો ને ભેગી કરી દિવાલ બનાવી તો જો,
મન મારૂ મૃગજળ સાબિત થયું,
હિંમત કરીને બેઠું થયું હે મનવા એકવાર,
ઓથ વગરની જીંદગી જીવી તો જો
#હિંમત