પેટ ભરવા એક નારી સુઈ ગઈ,
ઊભી થઇ તો રોજગારી સુઈ ગઈ.
આવશે, એ આવશે, એ આશમાં,
દ્વાર ખુલ્લાં રાખી બારી સુઈ ગઈ.
"મારે કોઈની જરૂરત નહિ પડે",
ઠાઠડીમાં એ ખુમારી સુઈ ગઈ.
રાત બહુ શરમાય છે ને એટલે,
રાત અંધારું પ્રસારી સુઈ ગઈ.
ભાર મારો ઝીલીને થાકી હશે,
જાગતો'તો હું પથારી સુઈ ગઈ.
મિત્ર રાઠોડ