સાવધાની રાખી સબંધો ને સાચવું છું તો,
તેમાં વાદ વિવાદ અને સંવાદો નડી જાય છે.
સાવધાની રાખી ચૂંટવા જાઉં છું ફૂલોને તો
તેના કાંટા હાથમાં ચુભી જાય છે.
સાવધાની રાખી આંસુઓને છુપાવું છું તો
હૈયામાંથી ડુસકું નીકળી જાય છે.
સાવધાની રાખી પહોંચવું છે મંઝિલ પર તો,
રસ્તાઓ જ ફંટાઈ જાય છે
#સાવધાની