#અવરોધ
શેનો છે અવરોધ તને મળવા ને મને
ખંખેરી નાખ તારી મનઘડંત વિટંબણા ને
હડસેલો માર તારી કાલ્પનિક વિચારસરણી ને
વધવું છે ને આગળ તો પછી શાને મહત્વ
આપે છે આવી ન થયેલી વાતોને
કર ફતેહ થા અગળો આવી નિરર્થક વાતો થી
સત્ય તો એ છે કે જે પ્રથમ ડગલું ભરે છે
તેને જ બીજા ડગલાં માટે જગ્યા મળે છે
જે તેની મંજિલ સુધી સાથ આપે છે
જીગર તારા હૈયે જરૂરી છે નહીં કે માત્ર મનોમંથન માટે
પછી જો નહિ નડે એકપણ "અવરોધ" તારા પથ પર તને..