#અવરોધ
જેવી રીતે નદી વહે છે,ત્યારે કેટલાય અવરોધો આવે છે પણ તે ગમે તેવા અવરોધક રૂપક ચટ્ટાનો ને તોડી ને પણ પોતાનો રસ્તો શોધી લે છે.
અને પોતાના લક્ષ સમુન્દ્ર સુધી પહોંચી જ જાય છે.
તેવી રીતે જ વ્યક્તિ ને પોતાના ધેય ને હાંસલ કરવા માટે કેટલાય નાના મોટા અવરોધો ને પાર કરવા પડે છે,પછી જ તે સફળતા ના શિખર સર કરી શકે છે.
આમ, ઘણાં અવરોધો પાર ઉતાર્યા બાદ જ તે વ્યક્તિ પોતાના ધેય ને હાંસલ કરી શકે છે.પોતાની મંઝીલ સુધી પહોંચી શકે છે.
બસ નદી ની માફક સક્રિય રહેવાનું,ધેય ને ધ્યાન માં રાખી ને જ આગળ વધવા નું,ગમેતેવા અવરોધો પણ લક્ષ સુધી પહોંચવા નડશે નહિ.
બસ પોતાનું મનોબળ મજબૂત રાખીને,નદી ની માફક વહેતું રહેવાનું પોતાની મંઝીલ સુધી.
બાકી અવરોધક રૂપી ઘણાં લોકો પોતાની મંઝીલ વચ્ચે કાંટાઓ બિછાવી ને જ બેઠા હોય છે,પણ તેવા અવરોધક ને પાર ઉતરી અને લક્ષ સુધી પહોંચવાના પ્રયત્ન ચાલુ જ રાખવાના. તો જ અવશ્ય સફળતા મળશે.
✍️માહી