માં તારા પ્રેમ ને કોની સાથે સરખાવું ?
પ્રેમિકાનો પ્રેમ પણ ત્યાં સુધી પહોંચી નથી શકતો
માં તારા આર્શીવાદ ને કોની સાથે સરખાવું ?
પ્રભુ ના આર્શીવાદ પણ ત્યાં સુધી પહોંચી નથી શકતા
માં તારી નિશ્વાર્થ સેવા ને કોની સાથે સરખાવું ?
દાતારોની સેવા પણ ત્યાં સુધી પહોંચી નથી શકતી
માં તારા જાદૂઇ હાથ ને કોની સાથે સરખાવું ?
જાદુગર ના હાથ પણ ત્યાં સુધી પહોંચી નથી શકતા
'ગુરુ' લખે છે કે માં તું માફી આપીશ ?
કારણકે વકીલ ની માફી ત્યાં સુધી પહોંચી નથી શકતી...guru...✍