વરસાદનું ઝાપટું શું આવ્યું..
દિવસો જુના યાદ આવ્યા..
શાળામાં વરસાદના આગમને
વનમહોત્સવ યોજાય
ભીની માટીની મહેંકથી
વાતાવરણ મલકાઈ
માથે રોપાઓ લઇ ફરતી
મલકાતી છોકરીઓ
ખાડે ખાડે રોપા આપતી..
રોપા લેવાના બહાને
તેના હાથનો સ્પર્શ માણતાં...
નિર્દોષ હાસ્ય રંગીન મસ્તી
વરસાદનું ઝાપટું શું આવ્યું..
દિવસો જુના યાદ આવ્યા..
ખાડો ખોદી ખાતર નાખી
રોપો રોપી નામની તકતી લગાવી
ભીની માટીવાળા હાથ
પહેરેલા કપડાથી સાફ કરતાં
પર્યાવરણ સંતુલનના સૂત્રો
મોટે મોટે બોલતાં બોલાવતાં
વરસાદનું ઝાપટું શું આવ્યું..
દિવસો જુના યાદ આવ્યા..
#સંતુલન