ગુરુજીને પ્રણામ સાથે અભિવાદન
કરે એક શિષ્ય
રાહ ચિંધનાર પગદંડી બની પહોંચાડે
ક્ષિતિજે શિષ્યને
પ્રકાશપુંજ માં તેલ પુરી કરે પ્રજ્વલિત
જીવન શિષ્યનું
પથદર્શક બની રહે હંમેશાં સાથે જાણે
પડછાયો બની શિષ્યનો
પોતે ઘસાય આપે જ્ઞાન ને હીરો બનાવી
ચમકાવે શિષ્યને
સત સત વંદન.. થાઉં નતમસ્તક.. કરે સાર્થક
પૂર્ણિમા એક શિષ્ય