“ગુલાબની એક કળી”
ખીલી છે ગુલાબની કળી એને ખીલવા દયો,
આવી છે આ દુનિયા માં એને દુનિયા જોવા દયો.....
હજી તો શરૂવાત છે એના ખીલવાની,
એનો થોડો વિકાસ તો થવા દયો.......
એને પણ જોયા છે કેટલાય સપના
એતો તમે એને પુરા કરવા દયો.......
કળી છે કુમળી અને નાની,નાદાન
શા માટે તોડો છો,એને ફૂલ તો બનવા દયો.....
શું બગાડ્યું છે એને તમારું?
એનું નસીબ લઈને આવી છે એને જીવવા દયો.....
નહિ બંને એ ભાર તમારો,એ તો થશે હાર ફૂલોનો,
ના તોડો એને બાળવયે એને ખીલવા દયો.....
ખીલી છે ગુલાબની કળી એને ખીલવા દયો.......
આરતી ભરવાડ