બાગ,બગીચા, ઝાડ, પાન,ફળ, ફુલ,
જીવંત થઈ લહેરાય વસંત ઋતુમાં,
પાનખર માં મૃતપાય થઈને
મુરઝાયેલી સ્થિતિ માં જીવીત રહે.
ઝરણાઓ નદી નાળા વાવ કુવાઓ,
જીવંત થઈ ખળખળ વહેવા માંડે,અને
પાણી થી છલોછલ ભરાય વર્ષાઋતુમાં,
ઉષ્ણમાં સુકાઈ ને સુકાભટ થાય,
નિશાની ઓ માત્ર જીવીત રહે.
મનુષ્ય જીવનમાં સુખ ની વસંત ઋતુ,
અને ધન ની વર્ષા ઋતુ હોય તો,
જીવંત રહી જીવન માણ્યા કરે,
મનુષ્ય જીવનમાં સુખ ની પાનખર અને,
ધનની ઉષ્ણ ઋતુ હોય તો, ફકત,
જીવીત રહી ને જીવન જીવ્યા કરે.
#જીવંત