ચાહું છું હુ તને કેટલો,એની તને ક્યાં કદર છે....
હું તને પ્રેમ કરુ કેટલો, એની તને ક્યાં ખબર છે...
તારા માટેની મારી લાગણીની તને કયાં કદર છે....
તારા માટેની મારી ચાહતની તને ક્યાં ખબર છે....
વ્હાવ્યા આસું તારી યાદમાં એની તને ક્યાં કદર છે...
કર્યા કેટલાય ઉજાગરા રાતના એની તને ક્યાં ખબર છે..
દી આખા ગુજર્યા તારી યાદમાં એની તને ક્યાં કદર છે..
રાત આખી ગુજારી તારી વાટમાં એની તને ક્યાં ખબર છે..
રહું છું જીવંત હું તારા પ્રેમ થકી, એની તને ક્યાં કદર છે...
તારા વગર આ જીવન સુનું,એની તને ક્યાં ખબર છે.....
રાજેશ્વરી
#જીવંત