તકલીફ આપી ને ચાલ્યા ગયા છો તમે,
કોઈ તકલીફ માં સભાળી શકે એવું મળે તો મોકલી આપજે
નથી રહી હવે કોઈ ની રાહ ,
કોઈ ની રાહ હું બનું એવું મળે તો મોકલી આપજે
મૂકી ને ગયા ત્યાં જ અટાવય ગઈ છું ,
કોઈ હાથ જલવા વાળું મળે તો મોકલી આપજે
હસતી હતી ને રડાવી ગયા છો તમે ,
કોઈ આશુ લૂછનાર મળે તો મોકલી આપજે
અનેક સમણા તોડી ગયા છો તમે ,
કોઈ સપના સજાવનાર મળે તો મોકલી આપજે
લઇ ગયા છો દિલ મારુ તમે,
કોઈ આ તરફ આવતો રહી મળે તો મોકલી આપજે
ખબર છે નથી મળવાનું કોઈ તારા જેવું ,
કોઈ મારા જેવું મળે તો મોકલી આપજે