મારી ધડકનોને મળવું છે
આકાશમાં ઊંચે વિહરવું છે
મારે મસ્ત મગન થઈ રહેવું છે
મારે વરસાદમાં ભીંજાવું છે
કુદરતનાં હીંચકે ઝૂલવું છે
મારે મસ્ત મગન થઈ રહેવું છે
જૂના મિત્રોને મારે મળવું છે
યાદોનું પારણું બાંધવું છે
મારે મસ્ત મગન થઈ રહેવું છે
પ્રેમનું પતંગિયું ઉડાવવું છે
સ્નેહના તાંતણે બંધાવું છે
મારે મસ્ત મગન થઈ રહેવું છે
આકાશનાં તારાઓને અડવું છે
હરિનું સ્મરણ કરવું છે
મારે મસ્ત મગન થઈ રહેવું છે.
-કેયુર શાહ