આજ "તું" મળવા આવી,
સ્મૃતિ મને ઘેરવા લાગી;
એ જ જગ્યા, એ જ રસ્તા,
એ જ સમય પાછો આવ્યો વહેતાં;
જેવી "તું" દેખાવા લાગી,
હૃદયની ગતિ ધમકાવા લાગી;
એ જ સ્મિત, એ જ શરમ,
એ જ તારી મીઠી સોડમ,
એ જ નજર, એ જ રણકાર,
એ જ પરી, એ જ શણગાર,
એ જ તારું નીરખવું, મારું મલકાવું,
તારું શરમાવું, મારું મલકાવું,
તારી આંખની રમત રમી જતાં રહેવું,
મારું એ જ મૌન રહી મલકાવું;
એ જ તારું ફરીને જોવું,
અને એ જ.....
વહેલી પહોરનું સમણું તૂટવું,
ઘણું અધૂરું જીવી, વિતેલા સમયનું છૂટવું.