મારાં જ ભાગ થવા લાગ્યાં
દ્વંદ્વની રમત રમવાં લાગ્યાં
માનસ ચિત્ર મારું
ધૂંધળું એ કરવાં લાગ્યાં
મારાં જ ભાગ થવા લાગ્યાં
વિચારોમાં મને બાંધવા લાગ્યાં
અક્કડથી જમાવીને બેઠક
ચિત્ત મારું ખોતરવાં લાગ્યાં
મારાં જ ભાગ થવા લાગ્યાં
વમળમાં મને ઘેરવાં લાગ્યાં
ઉત્પાત કરી ચીવટથી
અત્યાર મારી બગાડવા લાગ્યાં
મારાં જ ભાગ થવા લાગ્યાં
જેમ તેમ મને પીંખવા લાગ્યાં
એકાન્ત ભાળી મારું
ભડાશ એ નીકાળવા લાગ્યાં