શું છે ઉતાવળ કે આમ ભાગમભાગ
કરે છે બેસ ખા થોડો પોરો...
નથી મળવાની પળ આવી કુટુંબ
કબીલા સાથે ગાળવાની...
કેટલું કરીશ ભેગું તેને ભોગવવા માટે
સમય તો કાઢ...
ખીલેલી કુદરત કરે છે પોકાર તેને
માણવા માટે નજર તો ફેરવ...
હાંફી જઈશ આમ ને આમ થોભ થોડો
સંબંધ સાચવવા ને હાથ તો લંબાવ...
રહી જશે પાછળ તારા સંભારણા
થોભી જા શું છે આટલી ઉતાવળ...