ગાંડી!
કેમ કરી બિરદાવુ તારી તો વાત જ કંઈક જુદી છે,
હું જ ડૂબ્યો છું પ્રેમ માં કે તું પણ સાથે ડૂબી છે.
આવે વિચાર એકલતાનો તો હું મારાથી જ અકળાવ છું,
ઝબકી ને જોવ મધરાતે તો સાથે તું પણ ઊભી છે.
આ વરસાદી માહોલ માં જાણે તારી જ એક ત્રુટ્ટી છે,
જો લખું નઈ તને તો જાણે એક કળી જ મારી ખૂટી છે.
આકાશ પણ મળવા ધરતી ને જાણે વાદળો વરસાવે છે,
આ પ્રણય ના સમય માં તુજ મુજ થી વિખૂટી છે.
તુજ મારી રંભા ને તુજ મારી મેનકા, તુજ વિશ્વ સુંદરી છે,
જાજુ તો તને સુ કહું ગાંડી, તારી તો વાત જ કંઈક જુદી છે.