ઉત્સાહી જીવનની વ્યથા છે
નાનકડા છોકરાની આ કથા છે
ભણવુ હતુ મારે ખુદના માટે
મમ્મી પપ્પાએ માર્કસ માટે ભણાવ્યો છે
રમવુ હતુ મારે દોસ્તારો સાથે
ઘા લાગવાની બીકે નવો ફોન અપાવ્યો છે
કરવુ હતુ મારે કશુક ખુદના માટે!
મને સપનાઓના ભાર હેઠળ દબાવ્યો છે
મહાલવુ હતુ મુક્ત ગગનમાં મસ્ત બનીને મારે
સપનાઓના બોજે ચાર દિવાલમાં પુરી રાખ્યો છે
બનવુ હતુ મારે પણ મોટા માણસ
નોકરી ધંધાના ચક્કરે વ્યસ્ત બનાવી રાખ્યો છે
ક્યાં ઇચ્છા હતી સાહિત્યની સરીતામાં તણાવાની
આ તો એકલતાએ લેખક બનાવી રાખ્યો છે
ઉત્સાહી જીવનની વ્યથા છે
નાનકડા છોકરાની આ કથા છે
પરિમલ પરમાર
#ઉત્સાહી