#ઉત્સાહી #
********
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸
ઉત્સાહી મન બહુ રહે છે,મારું આજે.......
સુનહરા માળખાનું સ્વપ્ન નિહાળ્યું છે મે આજે,
માળખુ તો બન્યુ પણ એ સ્વપ્ન સાકાર ના થયું આજે.
છેતરી જાય છે આપણાં જ આપણને આજે,
કોને કહેવું મારે, બસ આપણે જ સહેવું આજે.
નાના મોઢે મોટી વાત ઘણીવાર સાચી હોય છે આજે,
પણ એને હવે કોણ માને છે ને કોણ પાળે છે આજે.
મોટાઓ આપણું મોઢુ સીવીને ચાલ્યા જાય છે આજે,
મનમાની કરતા આવ્યા છે ને કરતા જ જાય છે આજે.
મર્યાદા બહુ આડી આવ્યા કરે છે સાહેબ મને આજે,
બાકી કોણ કોને દાજ દેતુ આવ્યુ છે ને દેતું રહે આજે.
સંસ્કારનો બોજ હવે બહુ ભારે લાગે મને આજે,
બસ સમય બદલે એની હજુ પણ આશા લાગે મને આજે....
ઉત્સાહી મન.........
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸
✒હિરલબા તલાટીયા
***************
***************🕊