જોઉં છું
જોઉં છું તબાહી મારી આંખો સમક્ષ જીંદગી ની
છતા હસતા મોઢે સ્વીકારું છું
કરેલી ભૂલો ભુતકાળ ની
એકાંત મા એકલો રહી વાગોળું છું
છતા રડતા દિલે મોઢું હંમેશા હસતું રાખું છું
કાયર છું જીંદગી માં મારી છતા
બહાદુરી ભરી વાતો રોજ કરું છું
નથી જરૂર મને દુનિયા માં કોઇ ની
કહી રોજ બધા ને યાદ કરુ છું
જોઉં છું તબાહી મારી આંખો સમક્ષ જીંદગી ની
છતા હસતા મોઢે સ્વીકારું છું
બસ બહુ થયું હર્ષિલ હવે જીવન નું દર્દ
એમ કહી રોજ એક કવિતા લખું છું
હર્દય સ્પર્શી.
હર્ષિલ પટેલ