#ઉત્સાહી 🌹 કાન્હા સંગ નાચી મીરા🌹
🌷 ઉત્સાહી મારુ મન બન્યું તને પામવા,
તારી વાંસળી ના સુરે,.....હું નાચી મન મુકીને,
શીદ! બન્યું મારુ મનડું ઝનઝનાટ,
તું અંતરભેદી અવિનાશી,
કાન્હા... હો .....કાન્હા....!
ઉત્સાહ! વધારવાનું સપનું તારું,
ને મેં મીરા બનીને કર્યું પૂરું,
ભરપૂર હતી મારી જવાની,
એતો જવાની જ સમજીને,
કરી મેં તારા માટે પુરી,
કાન્હા..... હો .....કાન્હા.....
દુનિયા ના દેખાવો કરી ને હું બની હારી,
છોડવી પડી દુનિયા દારી તારા માટે,
જન્મો જન્મ નિ બની હું તારી દાસી,
પ્રિય બની જાઉં હું તારી ગોપી...
મારા ઉર માં ધરેલી ,
જન્મો જન્મ ની આશ માટે,
એ અભિલાષા ઓ બની મારી સાર્થક.
કાન્હા....હો......કાન્હા.....
હું ના રહી કુંવારી,
આ આત્મા થી દુનિયા માટે,
હું તો જન્મો જન્મ પરણી ,
પરમાત્મા સાથે,
કાન્હા.... હો... કાન્હા....
ઘેલી હતી અને વધુ ઘેલીબનાવી,
મને રાણા ના હઠીલા સ્વભાવે,
સંઘર્ષ થકી ઉજળું બન્યું,
મારુ જીવન કાન્હા તારા પ્રતાપે,
ઉરમાં તારી છબી ધરી,
કાન્હા સંગ નાચી મીરા.
કાન્હા..... હો.... કાન્હા.......
અતિ સુશોભિત બનાવ્યા,
મારા મન ના આંગણ,
મારુ મનડુ હતું કોરું ધાકોર
તારા એ અમૃત ના,
અમી પાન થી બન્યું તૃપ્ત,
કાન્હા..... હો ...કાન્હા...
મારા એ ઉત્સાહ માં ને ઉત્સાહ માં,
બની ગયો ભવોભવ નો પવિત્ર ઉત્સવ,
કાન્હા સંગ મીરા કેવી જોડી બની ઉત્સાહી...
જોને, દુનિયા થી અળખામણી,
પરંતુ, મારા કાન પ્રિયતમ ની હરખામની,
કાન્હા..... હો .....કાન્હા......