હવે કેમ એવું લાગે છે ખબર નથી
તને પામવાની મારી ઈચ્છા નથી !
કર્યો હતો પ્રેમ તને સર્વસ્વ છોડી
પણ કેમ મને તરછોડી દિલ તોડી
એ જણાવવાની મારી ઈચ્છા નથી !
જે હતી મારી આખી દુનિયા
એના માટે હું આજે કંઈ નથી
એવી ફરિયાદ કરવાની મારી ઇચ્છા નથી !
ખબર છે સમય પાછો આવવાનો નથી
પથ્થર કદી ફૂલ થવા નથી
છતાં એને યાદ કરી દુઃખી થવાની ઇચ્છા નથી !
એ દીલ, એને યાદ કરવો હવે રહેવા દે
યાદો ને દિલ માં રાખી જીવવું સહેલું નથી !
હવે તારે ને મારે મળવાની જરૂર નથી
જમીન આસમાન એક થાય એ વાત શક્ય નથી !
Urmi