દુનિયાની નજરોમાં જીતવા ગયો,
ને હું મારથી જ હારતો ગયો.
જમાના જોડે ભાગતાં થયું શુ કે,
પાનખર તો શું,વસંતમાંય ખરતો ગયો.
મારા શબ્દોની કળીઓ છોડે ખીલી
ન ખીલી,ત્યાંતો કવિઓને હાથે ચૂંટાતો ગયો.
ઘનઘોર બની ને વાદળ ,આભે ચડી વરસ્યો,
ત્યાંતો મેઘધનુષ્યનાં રંગે રંગાતો ગયો.
સ્વજનોની આશાઓ પૂરતો હું તારલો,
આભે લીસોટો બની ખરતો ગયો.
થયું છે શું?મારુ મારુ કરતાં મારા મનને,
કે હું મારથી જ હારતો ગયો.
Krishna