" રંગ કાન્હા નો "
કલ્પના કરી મેં આજે, સપના સજાવ્યા છે,
રાત્રે આવેલ સપના માં મેં, કાન્હા ને દીઠા છે,
મન માં કાન્હા ને યાદ કરી, ભક્તિ ભાવ રાખ્યાં છે,
રાધા બની આજે મેં, કાન્હા ને પૂજ્યા છે,
કાન્હા ની રાધા બની, પ્રેમ ઘેલી બની છું,
હાથ માં મેં મહેંદી લગાવી, કાન્હા નું નામ લખ્યું છે,
આજ રાત્રે સપના મેં, કાન્હા ને દીઠા છે,
હાથ ધોઈ મહેંદી જોઈ, કાન્હા નો રંગ લાગ્યો છે,
કાન્હા પાછળ ઘેલી બની,બંસરી નો નાદ સાંભળું છું,
લોક કહે મને આજે,કેવો ઘેલો બન્યો છે,
આ જોઈ હું બોલ્યો, કાન્હા નો રંગ મને લાગ્યો છે,,,
@કૌશિક દવે ના જય શ્રી કૃષ્ણ