આંસુ ભરી આંખે દેખાય જો અજવાળું
ચમકે એ થઈ જાણે વિજ નો ચમકારો,
થાક્યા લોચન હવે, હ્રદય નાખે નિઃસાસો
ક્યારે મળશે ડુબતી નાવ નો કિનારો,
સતત વાતાવરણ બદલતા પ્રભુ
લાવી દયા ,આશા નું કિરણ દેખાડો,
માણસાઈ_માણસ વિત્ત સાથે વેચાતો
ઈશ્વર તું એક જ છો હવે આખરી સહારો.
_અપેક્ષા દિયોરા.