એકડો ઘુંટાવનાર માવતર જ્યારે,
સમાયંતરે શૂન્યમાં લેખાય ત્યારે,
સમજાય નહીં સાચું શું કે ખોટું શું?
ખોટાઓ મગરના આંસુ સારી સહાનુભુતિ મેળવે,
અને સાચા ઓ પાંપણ પાછળ આંસુ છુપાવી પિલાય,
સમજાય નહીં કે સાચું કોણ કે ખોટું કોણ?
દીવામાં રહેલી વાટ બળીને પ્રકાશ આપે છે,
પણ કહેવાય છે દીવો બળે છે,
સમજાતું નથી સાચું કે ખોટું શું?
#ખોટું