ખબર નહી સમય કયાં જાય છે.
હથેડી માં થી રેત વહી જાય
બસ એમજ વહી જાય છે.
વિચારો ને વિચારો માં દિવસો કપાઈ જાય છે.
ખબર નહી સમય કયાં જાય છે.
કોઇ ને મળતા દીલ યાદો થી ઉભરાય છે.
અને સમય જતાં એપણ ક્યાંક સંતાઈ જાય છે.
અંધારા અને અજવાળા માં
જીંદગી બસ એક ઘડિયાળ બની જાય છે.
ખબર નહી સમય કયાં જાય છે.
જતા આવતા લોકો ને તોય કાંઈ ક કહી જાય છે.
વાગ્યા પર મલમ તો નહી પણ બીજા ઘા આપી જાય છે.
ખબર નહી સમય કયાં જાય છે.
હર્દય સ્પર્શી.
હર્ષિલ પટેલ