એમ કહું છું કે..
પ્રેમ,ભય, વિશ્વાસ, ગુસ્સો. સમાધાન કે શત્રુતા
સ્વયમ સિદ્ધ અને મૌલિક હોવી જોઈએ
તેના પર અંતરમન થી પસંદગીનો કળશ ઢોળો.
એનો શું અર્થ કે..
સ્વયં થી સ્વયં પરાજીત થઇ જાઓ
માત્ર એટલા માટે કે..
તમારા મનને તમારી વાણીનો સાથ નથી.
કેમ ન મળે ?
મન તમારું,
વાણી પણ તમારી
કહેવા વાળા તો કહેશે કે.. કોઈ વચલો રસ્તો કાઢો પણ..
પ્રાણી માત્ર મધ્ય માં જ ડૂબે છે, કિનારે નહી
કિનારો કોઈ પણ હોય આખરે તો સહારો જ છે
ધારા પણ કિનારે જ વહે છે
કોઈને ગાળ આપવી હોય તો પણ મોઢા પર ચોપડવાની
પીઠ પાછળ નહી..
વિશ્વાસઘાત કરવો હોય તો પણ ખુદ પર વિશ્વાસ હોવો જોઈએ
ચાવી ભરેલું રમકડું ક્યાં સુધી તાલી ઠોકે ?
ઉખાણું નહી
ઉપાય છે અનંત યાત્રા એ જતા પહેલા
આછી પાતળી પણ ખુદની આગવી ઓળખ બનાવવાનો
નહીતર તો હજારો તર્ક-વિતર્ક છે
એક ગુમનામી ની મોતે મરવાનો.
#Kavydrishty
-વિજય રાવલ