👬 નિખાલસતા 👬
મુજ રદયના દ્વારે ટકોરા મારે તારી .... નિખાલસતા .
ઉરને બહુ વ્હાલી લાગે તારી ....નિખાલસતા .
મારા મનને બહુ જ ભાવે તારી ....નિખાલસતા .
સ્વાર્થ કોઈ સ્નેહમાં ન લાવે તારી ....નિખાલસતા .
પગરવ બની આવી નિજ દ્વારે ....તારી નિખાલસતા .
કલરવ થઈ ગુંજન કરે ....તારી નિખાલસતા .
સઘળે છે છળ, કપટ અને ઈર્ષા ,
એ બધાથી પર રાખે ....તારી નિખાલસતા .
સ્વાર્થના સંબંધો સૌ કોઈ નિભાવે અહીં ,
સ્પર્શી ગઈ પરમાર્થ કાજે ....તારી નિખાલસતા .
પવિત્ર બંધન તણો સબંધ જોડ્યો ,
"ઝંખના" કહે ," મળે જનમ જનમ ....તારી નિખાલસતા .
ઝંખના