અહીં આવી ઘડી બેસો અદબથી,
જતો રેશે સમય પોતે ઝડપથી.
ફરક પડશે નહીં કાંઈ અરજથી,
છે દુનિયા આપની આખી ગરજથી.
ખબર ના જીવશે ક્યાં લગ તરસથી?
હવે તો એ મરી જાશે તડપથી.
તમે ચાહો મળે છે એ તમોને!
હશે શું સારું સ્વર્ગ આ નરકથી?
હશે ભવિષ્ય, હશે ઉજળું તમારું,
અહીં ભવિષ્ય નથી, ઉજળું કફનથી.
- અક્ષ