🦃 પોતાનું અસ્તિત્વ🦃
પોતાનું જે અસ્તિત્વ છે,તેની સાથે જીવતા શીખો. તે રીતે જ પોતાની જીંદગીને ઢાળો, નહિ કે ગાડરિયા પ્રવાહની માફક,
પોતાની જાત સાથે જીવવામાં ખૂબ જ મજા આવે છે નહિ કે કોઈ નું અનુકરણ કરવાથી.
ક્યારેક ડોકયુ કરીને જોઈ લો એ પોતાના બાળપણ ને,પોતાની જાત સાથે જીવ્યા અને તેની યાદો પણ અંત સુધી બસ વાગોળ્યા જ કરીએ છીએ.......
આપણને એ ના ફાવે આપણે તો જે છીએ તેમાં મજા ભાઇ.....
પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે, પણ પરિવર્તન
આપણને અનુકૂળ આવે તેવું હોય સાચી વાતને...... બીજાનું અનુકરણ કરવામાં આપણી જાતને ફાવતું નથી.
પણ બળજબરીપૂર્વક બીજાને માટે બીજાની સારું લાગે તે માટે આપણે પણ તે અપનાવી લેતા હોઈએ છીએ પણ અંદરનો આનંદ નથી આવતો હોતો,
જે રીતે આપણને અનુકૂળ યોગ્ય લાગે તે રીતે જ કરવું જોઈએ.
જીંદગી બીજાના હેતુ માટે આપણને ભગવાને આપી નથી.
ક્યારેક જાત સાથે જીવીને પણ જિંદગીનો અનેરો લ્હાવો લેવો જોઈએ.
✍️માહી