હું તો હતો એક શુન્ય,
કર્યું છે મેં જ મારૂં સર્જન;
ક્યારેક મળી નિષ્ફળતા,
તો ક્યારેક સફળતા નું વ્યંજન;
#ઉન્નતિ ના પથ પર,
મળ્યા કેટલાય સ્વજન;
મળ્યું દરેક પાસે થી,
જીવન જીવવા માટે નું ઇંજન;
એક સમણું સાકાર કરવા,
કર્યું અમુક સ્વપ્ન નું વિસર્જન;
વસંત ખીલી આ જીંદગીમાં,
જે હતી ક્યારેક સાવ નિર્જન;
હું તો હતો એક શુન્ય,
કર્યું છે મેં જ મારૂં સર્જન;
#ઉન્નતિ