સવારે ઊગતો સૂરજ #અનન્ય છે તો,
પ્રભાત નુ પહેલું કિરણ પણ #અનન્ય છે;
પરોઢે પડતી શબનમ #અનન્ય છે તો,
પર્ણ પર શબનમ ની બુંદ પણ #અનન્ય છે;
સાવન નો વરસાદ #અનન્ય છે તો,
ભિંજાયેલ માટી ની મહેક પણ #અનન્ય છે;
બાગમાં ખીલતી વસંત #અનન્ય છે તો,
વસંત પહેલાની પાનખર પણ #અનન્ય છે;
માણસ નુ ધડકતું દિલ #અનન્ય છે તો,
દિલ માં વસતી માણસાઈ પણ #અનન્ય છે;
સર્જનહાર ની સૃષ્ટિ #અનન્ય છે તો,
સૃષ્ટિ પર નું બધું અલૌકિક ને #અનન્ય છે;
#અનન્ય