#તત્વમસિ
હું તે પરમ તત્વ છું.
સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા ગુજરાતમાં સૌથી વધારે પ્રખ્યાત થયેલી ધ્રુવ ભટ્ટ રચિત પુસ્તક,
કે જે દરેક નર્મદાવાસી તથા નદી અને સંસ્કૃતિ પ્રત્યે લગાવ ધરાવનારા દરેકના જીવનના,
અંધકારની ઠંડી સામે કુમળો પ્રકાશ પાથરતું પુસ્તક એ તત્વમસિ છે.
મૂળ ભારતીયને વિદેશમાં વસેલ NRI ને ભારત પાછા ફરવા માટે કેવા વિચારો હોય છે તે અને
અહીં આવ્યા પછી સ્વદેશી ધરતી અને તેની સંસ્કૃતિ પ્રત્યે ઉજાગર થતો પ્રેમ ને છેવટે તે,
અંધશ્રદ્ધાથી શ્રદ્ધા જવા કાપતા રસ્તાની આપણને પ્રેરિત કરી જતી અદભુત વાર્તા એટલે આ પુસ્તક.
ને જો હવે પુસ્તકની વાત કરી જ રહ્યો છું તો એના પરથી બનેલી film #REVA ની વાત કરવી જ રહી,
એમાં જો જરા મારી વાત ઉમેરુને, તો સિક્કાની બે બાજુ જેવું છે પુસ્તક અને film નું,
મતલબ કોઈ પણ બાજુ જોવો એનું મૂલ્ય તો અચળ જ રહેવાનું!
તો આ મૂલ્યને અચળ રાખવા સારું એના director & writer એવા Rahul bhole & Kanojia Vinit ને બિરદાવા જ રહયા.
" तमसो मा ज्योतिर्गमय " ની જેમ ધારોકે, અંધકાર એ અંધશ્રદ્ધા ને પ્રકાશ એ શ્રદ્ધા છે,
તો આવા અંધકાર પરથી પડદો હટાવવા વાંચન, સફર ને તેનાથી થયેલા અનુભવોની જરૂરત છે,
આ પુસ્તકના મહત્વના પાત્રોમાં વડીલપ્રેમ, બાળપ્રેમ તથા સમાજ પ્રત્યેના પ્રેમની હકીકતી દશા ખુબ જ અદભુત રીતે વર્ણવી છે & ફિલ્મમાં દર્શાવેલી છે,
સમાજ માટે કઈંક કરી છૂટવાની ભાવનાને ખુબ જ સુંદર રીતે આલેખી અને બતાવેલી છે.
સમગ્ર વિશ્વની સંસ્કૃતિઓની ઉત્પત્તિ નદી કિનારે જ થયેલી છે એવું ઇતિહાસ દર્શાવે છે,
ગંગા, યમુના, નર્મદા, સિંધુ કે પછી અમેઝોન, નાઇલ, થેમ્સ વગેરે વગેરે..
એમાં નર્મદા તો ઉત્તર ને દક્ષિણ ભારતને જોડતી સાંકળ સિદ્ધ થયેલી છે,
આ નદીના કિનારાની સંસ્કૃતિ, નર્મદા પરિક્રમાનું મહત્વ અને લોકોની શ્રદ્ધા,
આ પુસ્તકમાં શ્રેષ્ઠરીતે દર્શાવેલી છે & ફિલ્મના દ્રશ્યો પણ એટલા મનમોહક ને વાર્તા અનુરૂપ એટલા અદ્ભૂત રીતે દર્શાવેલા છે કે બસ એટલું જ કહેવાય કે આ એક માણવા જેવી લાગણીઓનો સમૂહ છે.
તો દરેક માણસે,
ખાસ કરીને ગુજરાતીએ પોતાની અંધશ્રદ્ધાથી શ્રદ્ધા સુધીની સફર કરવા માટે,
આ પુસ્તક વાંચવું જ રહ્યું,
ને જો કોઈ પોતાની જાતને આળસુ સમજતુ હોય તો એને film તો જોવી જ રહી.
#TATVAMASI #REVA
#Adwaitshabdm
#Vrajeshable