તારી મારી આપણી, આ સફર કેટલી સરસ હતી
એકબીજાને પામવાની નહી પણ જાણવાની તરસ હતી
"રોમાંચક" હોઇ છે હર કોઇની કહાની
પણ આપણા બંનેની તો વાત જ અલગ હતી
મળવાને તડપતા હોય છે આશિકો હજારો
આપણે તો વાત કરવાને તરસતા
ને ક્યારેક થઇ જતી રસ્તા વચ્ચે અણધારી મુલાકાત
પરંતુ શુ હતી આપણામાં આંખો મિલાવવાની તાકાત ?
ચોમાસાના વાદળો જોઇ આપણને ભારેખમ ગરજતા
લઇને અાલિંગનમાં એકબીજાને આપણે પણ મુશળધાર વરસતા
રોમાંચક હોઇ છે હર કોઇની કહાની
પરંતુ આપણા બંનેની તો વાત જ અલગ હતી
તારી મારી આપણી, આ સફર કેટલી સરસ હતી
એકબીજાને પામવાની નહી પણ જાણવાની તરસ હતી
પરિમલ પરમાર
#રોમાંચક #રોમાંસ