#આભારી
જીવનમાં છવાયેલા ગાઢ,
અંધકારમાં જાણે કોઈ,
કોઈ સૂર્યનો તેજ ઝળહળી,
દિપી ઉઠ્યો મનમાં મારા,
આવેલો એક વિચાર કહું,
હું તમારી આભારી છું....
ભાંગ્યું મારું ભવનું મેણું,
હું આજે બહું રાજી છું,
નથી કહી શકતી રૂબરૂમાં,
કહું છું હું થોડા શબ્દો દ્વારા,
હું તમારી આભારી છું....
આપી કુખે ઝીણો તારલો,
જાણે આભા મંડળ આપ્યું,
આંખનો તારો હૈયાનું રતન,
સુના પડેલ આંગણામાં જાણે,
ખીલતું ફૂલ આપવા માટે,
હું તમારી આભારી છું...
અરજ સાંભળી મારા શ્યામે,
નિમિત્ત બની મોકલ્યા તમને,
મારા સુખનું કારણ બની આવ્યા,
આપું ઉપમા ઈસની ખોટું નથી,
કહું ફરી ફરી મારા મનની વાત,
હું તમારી આભારી છું....
-સચિન સોની..