પારકાને ક્યાં શોધવા અહીં,
જ્યાં પોતાના જ ખોવાઈ ગયા.
નિહાળ્યા હતા નયને જે શમણાં,
એ સમર્પણમાં હોમાઈ ગયા.
વિતેલી મુલાકાતોને યાદ કરી તો,
દર્દના સમંદર છલકાઈ ગયા.
સ્નેહના સગપણ ઘણા મળ્યા મુજને,
પણ તમો જ હૃદયમાં કોરાઈ ગયા.
રેતી જેવા હતા અહેસાસ મારા,
દર્દના મોજાથી ધોવાઈ ગયા.
ઝંખના