દિવસે ના ચેન ને બેચેની માં વીતે રૈન
એકવાર તું પણ દલડું લગાવી તો જો
દિલ તડપે જોવા કોઇ ની એક ઝલક
તું પણ કોઇ નો ઇંતેજાર કરી તો જો
મનડું ખોવાય છે બસ યાદોમાં કોઇ ની
એકવાર તું પણ કોઇને યાદ કરી તો જો
જાન પણ લુટાવી દઇશ તારા પર મારી
એકવાર તું જરાક એકરાર કરી તો જો
પ્રેમ મે કર્યો છે ફક્ત તને અને તને જ
તું પણ એકવાર પ્રેમ મને કરી તો જો
.... ✍️વિ.મો.સોલંકી "વિએમ"