માણું છું સૌદર્ય જ્યારે જાઉં છું ફરવા
બનું છું મગ્ન તારા સાનિધ્ય માં પ્રકૃતિ
પીઉં છું રસપાન પંખીઓના કલરવનું
ધરુ છું ધ્યાન નીરવ શાંતિ ની પ્રસન્નતાનું
જાઉં છું ફરવા ત્યારે આપું છું હાસ્ય અને
લઉં છું સ્નેહતણા ફુવારના અમી છાંટણા
કરું છું સ્વાસ્થ્ય સંબંધી યોગ ક્યારેક હું
સાંભળું છું તન્મય બની ભજનોની રમઝટ
જ્યારે જાઉં છું ફરવા...