ભાગ ર
વરસાદનું ઝાપટું શું આવ્યું..
દિવસો જુના યાદ આવ્યા..
પેન્ટ પહેરતા થયાં...
ક્રમશ બધું બદલાતું ગયું..
નિર્દોષ ચહેરો બદલાઈ ગયો
પાણીના ખાબોચિયા
ગંદા લાગવા માંડ્યા
છબછબિયાંની રમત
કાગળની હોડી બનાવી
પાણીમાં તરતી મુકવી
ન જાણે વિસરાવા માંડ્યું
કોઈ ગમતા હતા તે
વધારે ગમતા થઈ ગયા
થોડી કટુતા થોડો સ્વાર્થ
ઘર કરતાં ગયા..
નિર્દોષતા ખાબોચિયે વહી ગયી
વરસાદનું ઝાપટું શું આવ્યું..
દિવસો જુના યાદ આવ્યા.