મારી લાડકી
હૃદયે ધબગતું ગીત છે દીકરી
વ્હાલનું અનેરું સ્મિત છે દીકરી
દુર્ભાગ્યને સદભાગ્યમાં બદલે એવું
પરિવારના નસીબનું હિત છે દીકરી
જીવનની ભગદોડમાં જરા થંભો
મનને શાંતિ આપતી પ્રિત છે દીકરી
ઘોડીએ હીંચકતી દીકરીને જોતા
હોઠોનું મધુર સ્મિત છે દીકરી
હૃદયે ભેટે તો દુનિયા ભુલાવે
પ્રેમની અનોખી રીત છે દીકરી
સંસારના ઘોંઘાટથી દુર થઈ જુઓ
બંધ કાને સંભળાતું સંગીત છે દીકરી
બાપના હૃદયને ગદગદ કરી જાય
મારુ સ્વપ્ન નહીં પણ હકીકત છે દીકરી
દીકરો જો બાપનું રૂપ છે તો
દીકરી બાપનું સ્વરૂપ છે સાહેબ...