એક તો હું નાસમજ
અને તું મારી સાથે રમત રમી ગયો..
ઈરાદો તારો હું જાણી ના શકી
એટલે જ કદાચ આપણો રસ્તો બદલાઈ ગયો..
મારી એક નાનકડી ઈચ્છાને પણ
આજે તું મારીને ચાલ્યો ગયો..
તારા સપનાઓને મેઁ અપનાવ્યા
અને તું જ મારી પાંખો કાપીને ગયો..
અધવચ્ચે છોડીને તું તો ખુશ થયો
પણ સાથે તું મારી જિંદગીને લઇ ગયો..
અંજલી.. ✍️