તું સ્થિર પૃથ્વી જેવો અને શી રીતે કંપવી શકું,
તું વહેતા જળ જેવો તને શી રીતે રોકી શકું,
તું દાહક અગ્નિ જેવો તને શી રીતે ઠારી શકું,
તું "ઝડપી" પવન જેવો તને શી રીતે પકડી શકું,
તું નિરાલંબી આકાશ જેવો અને શી રીતે ટેકી શકું,
તું પંચતત્વ રૂપ છે,
તારામાં વિલિન થયા વગર તને શી રીતે પામી શકું...?
યોગી
#ઝડપી