વહેલી સવારે એક ચહેરો દેખાયો
મુખડું જાણે ચાંદ નો ટુકડો
જોઇને હું હરખાયો
વહેલી સવારે એક ચહેરો દેખાયો
શરીર એનું સંગેમરમર
હોઠ ગુલાબી, આંખો દર્પણ
કેશ લહેરાય જાણે વાદળ નો પડછાયો
વહેલી સવારે એક ચહેરો દેખાયો
ચાલ એની જાણે નાગણ મટકાતી
અદા માં એની યુવાની છલકાતી
બોલે તો લાગે જાણે, મોરલીયો ટહુકાયો
વહેલી સવારે એક ચહેરો દેખાયો
ઘડકન ચુકી ગયુ દિલ એને જોઇને
કદમ થંભી ગયા એનામાં ખોઈ ને
નજર મળી નજર થી તો હું થોડો શરમાયો
વહેલી સવારે એક ચહેરો દેખાયો
મુખડું જાણે ચાંદ નો ટુકડો
જોઇને હું હરખાયો
વહેલી સવારે એક ચહેરો દેખાયો
.... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"