તમારા નામ પ્રમાણે કરો ખાસ લક્ષ્મી મંત્રનો જાપ, સતત થયા કરશે ધનલાભ
ગ્રંથો અનુસાર, જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય તેને જીવનમાં કોઇજ જાતની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ જ કારણે ધનલાભ માટે માતા લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જો રાશિ પ્રમાણે લક્ષ્મી મંત્રનો જાપ કરવામાં આવે તો ધન સંબંધિત સમસ્યાઓ જલદી દૂર થઈ શકે છે. અહીં જાણો રાશિ અનુસાર મંત્ર અને જાપ કરવાની વિધિ..
1. મેષ રાશિ
મંત્ર- ऊं ऐं क्लीं सौ:
2. વૃષભ રાશિ
મંત્ર- ऊं ऐं क्लीं श्रीं
3. મિથુન રાશિ
મંત્ર- ऊं क्ली ऐं सौ:
4. કર્ક રાશિ
મંત્ર- ऊं ऐं क्ली श्रीं
5. સિંહ રાશિ
મંત્ર- ऊं ह्रीं श्रीं सौ:
6. કન્યા રાશિ
મંત્ર- ऊं श्रीं ऐं सौ:
7. તુલા રાશિ
મંત્ર- ऊं ह्रीं श्रीं सौं
8. વૃશ્ચિક રાશિ
મંત્ર- ऊं ऐं क्लीं सौ:
9. ધન રાશિ
મંત્ર- ऊं ह्रीं क्लीं सौ:
10. મકર રાશિ
મંત્ર- ऊं ह्रीं क्लीं ह्रीं श्रीं सौ:
11. કુંભ રાશિમંત્ર
ऊं ह्रीं ऐं क्लीं श्रीं
12. મીન રાશિ
મંત્ર- ऊं ह्रीं क्लीं सौ:
મંત્રજાપ કરવાની વિધિ:
રોજ સવારે સ્નાન કરી આ મંત્રનો જાપ કરવો જોઇએ.
- જાપ શરૂ કર્યા પહેલાં પૂર્વ દિશા તરફ મોં રાખી ગાયના શુદ્ધ ઘીનો દીવો કરો, દીવો મંત્ર જાપ કરો ત્યાં સુધી ચાલું રહેવો જોઇએ.
- ઓછામાં ઓછી 11 માળાનો જાપ તો કરવો જ. મંત્ર જાપ માટે દર્ભનું આસન હશે તો શ્રેષ્ઠ ગણાય છે.
- મંત્ર જાપ માટે સ્ફટિકની માળાનો ઉપયોગ કરવો. મંત્રજાપ બાદ માળાને પૂજા સ્થાન પર રાખવી.