ઘણા સમયથી એક કોમેટ કે જેને 3I/ATLAS નામ આપવામાં આવ્યું છે જે એક ઈન્ટરસ્ટેલર કોમેટ છે, તે ચર્ચાનો વિષય બન્યો છે!
જે કોમેટ આપણી સોલર સિસ્ટમ માંથી નહી પરંતુ તે કોઈ અન્ય સોલર સિસ્ટમ માંથી કે કોઈ અન્ય ગેલેક્સી માંથી આવેલો હોય તેને ઈન્ટરસ્ટેલર કોમેટ કહે છે અને તે ક્યાંથી આવ્યો છે તેનો કોઈ ચોક્કસ પુરાવો આપણી પાસે નથી!
3I/ATLAS પહેલા પણ એવા બે ઈન્ટરસ્ટેલર કોમેટસ્, 2017 માં "Oumuamua" અને 2019માં "2I/Borisov" જોવા મળ્યા હતાં ત્યારે પણ ઘણી કોન્સપિરસી થિયરીસ્એ જોર પકડયું હતું કે તે કોઈ UFO છે અને આપણી સોલર સિસ્ટમમાં આવ્યું છે, પણ આ બધી જ વાતો પાયા વિહોણી છે!
હાલ પણ 3I/ATLAS ને લઈને પણ ઘણી ચર્ચાઓએ જોર પકડયું છે!
બેઝિકલી કોમેટ ધૂળ, પથ્થર, ધાતુઓ, બરફ અને ગેસિસનો બનેલો હોય છે અને જ્યારે તે સૂર્ય નજીકથી પસાર થાય ત્યારે આ ગેસિસ અને બરફ પીગળવા લાગે અને આ ધાતુઓ અને ગેસીસ બહાર ફેંકાય છે જે કોમેટની આજુબાજુ જોવા મળે છે અને કોમેટની પાછળ એક ચમકતી પૂંછડી (ટેઇલ) જેવી રચના પણ બને છે! કોમેટમાં જે ગેસિસનું પ્રમાણ વધુ હોય તે રંગની પૂંછડી જોવા મળે છે! ક્યારેક કોઈ કોમેટ જો પહેલાં જ તેમાં રહેલ તત્વો ગુમાવી ચૂકયો હોય તો તેની પાછળ પૂછડી જોવા મળતી નથી જેમ કે "Oumuamua"ની પૂંછડી જોવા મળી નહતી!
હવે કોમેટ પણ વિવિધ આકારના હોય છે એટલે કે તેનો શેપ અસ્તવ્યસ્ત હોય છે અને જે કોમેટ ઈન્ટરસ્ટેલર કોમેટ હોય તેનો શેપ આપણી સોલર સિસ્ટમમાં રહેલ કોમેટ્સને મળતો ન આવે! આ બ્રહ્માંડમાં તમે જે પણ શેપ વિચારી શકો એટલા શેપ્સના ઓબ્જેક્ટ્સ ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ ધરાવે છે!
3I/ATLAS કોઈ UFO નથી કે કોઈ એલિયન આપણી મુલાકાત માટે પણ નથી આવ્યા બધી જ કોન્સપિરસી થીયરીસ્ છે!
(Oumuamuaનો આકાર ખેંચાયેલો હતો એટલે કે સિગાર અથવા પેનકેક શેપ પણ કહે છે! જ્યારે 3I/ATLASનો શેપ લંબગોળ છે!)
3I/ATLAS 29 ઓક્ટોબરે સૂર્યની નજીકથી પસાર થયો હતો અને 16 ડિસેમ્બરે તે પૃથ્વીની નજીકથી પસાર થશે! પૃથ્વીને તેનાથી કોઈપણ પ્રકારનો ખતરો નથી અને આ કોમેટ 2026માં આપણી સોલર સિસ્ટમ માંથી બહાર નીકળી જશે!
-નીલકંઠ