#શાંત મને બેઠો હતો ત્યાં,
વર્ષા ની હેલી એ મન ડહોળી નાખ્યું;
વાંક પણ ક્યાં હતો વર્ષા નો,
અમે જીવનમાં પ્રેમફળ જો ચાખ્યું;
યોદો રાખી છે દિલ માં એમની
દિલ માં પ્રેમઘર જો મેં બનાવી રાખ્યું;
પાસવર્ડ રાખ્યો ખામોશી ને,
પ્રેમઘર માં એક તાળું અમે છે વાખ્યું;
પાસવર્ડ શું ન આપ્યો અમે તો,
એમણે અમારું દિલ જ તોડી નાખ્યું ;
કેમ રહેવું #શાંત જીવનમાં?
અમને દિલ પર પ્રેમ તીર જો વાગ્યું
..... ✍️ વિ.મો.સોલંકી"વિએમ"
#શાંત