દિલ મહેંકશે;
દર્દ બનીને કોઈ,જ્વાળા જરૂર ફુટશે,
વિરહિણી નિસાસા માં, હાય ઉઠશે;
પિયુષ પામવા ની ,તાલાવેલી ગજબ,
એક ચાહ અંતરંગ,દિલ માંહી ઊગશે;
બેહદ કોમળતાથી, સ્પર્શી જો હ્દયને ,
જોર જબરદસ્ત મા, કદાચ તાર તૂટશે;
પ્યાસ બુઝાવવા, જઇશ નહિ રણમાં,
ઝાંઝવા કાલ્પનિક, તને કદાચ છળશે;
શરણાગતિ માં ,ઝણઝણાટી વ્યાપતા
ચાહત અંતરંગ આનંદ ,દિલ મહેંકશે;