દરિયાનું પાણી અને દરિયાકિનારાની રેતી
આ બંને ખાસ મિત્રો હતા ...
પાણી કેટલા દિવસથી રેતીને એક વાત પૂછવા માંગતો હતો અને આખરે પૂછીજ લીધું પાણી એ પૂછ્યું તું કેમ આવી છે?
આટલું સ્થિર રહેવાનું ,શાંત રેવાનું , સહેજ પણ હલચલ વગર તું જીવી કેમની શકે ???
રેતી એ સામે પ્રશ્ન કર્યો (પાણીને )
તું કેમ આવો છે તું નથી કંટાળી જતો આમ લહેરો ,ઉછળકૂદ ,ઝડપથી ..??
પાણી હસીને બોલ્યો બિલકુલ નહી મને ખુબ ગમે છે આમ ગતિમાં રહેવાનું ,ઉછળકૂદ , મને સ્થિર રેહવું જરાય પસંદ નથી ....
રેતી હસીને બોલી બસ મારે પણ એમજ છે મને પસંદ છે સ્થિર રહેવાનું , શાંત રહેવાનું.
તને ગતિમાં સુકુન મળે છે મને સ્થિરતામાં અને ફરી બંને મસ્તી કરવા લાગ્યા .
ભાવાર્થ : આપણું સુકુન શેમાં છે તે સમજો કોઈને જોઈને બદલાવાની જરૂર નથી ....DJC✌️
#શાંત