ચા
તું છે
નશીલી
મીઠી મીઠી
મસાલેદાર
લાગે અલબેલી
જેટલું પીતા અમે
ખોવાઈ જતાં તારામાં
બની જઈએ ઉર્જાવાન
ક્યારેક મિત્રો સાથે પીએ
કદીક સગા સંબંધી ને સંગ
ઉગે નહીં દિવસ, ના થાય રાત
અમદાવાદ માં તું 'કટિંગ' બને છે
ક્યાંક તું બની જતી 'અડધી' પ્યાલી
છે તું ઓળખાણ પ્રેમ ની, મારી તું છે ચાહ!...